
With Sannyasi Friends

With Osho Sannyasi Friends Rajubhai, Bhabhi, Purvi, Saifibhai, Vinodbhai
માધવપુર (ઘેડ) ની શિવિર અને ગુરુપૂર્ણિમા મહોત્સવ
માધવપુર (ઘેડ) ની ઓશો ધ્યાન શિબિર માટે અમે ૨૫ જેટલા સંન્યાસી મિત્રોનો સંઘ ભુજ થી માધવપુર ગયેલ તે માત્ર એક શિબિર નહિ પરંતુ અદભૂત અવિસ્મરણીય અનુભૂતિની યાત્રા હતી, જે માટે સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર…ધન્યવાદ. મુખ્ય પ્રેરક સ્વામી પ્રેમ પ્રકાશ અને પ્રકાશ બા ને વિશેષ ધન્યવાદ, સાથોસાથ મોજીલા વીનું સ્વામી (પરાગ), સતત સાથ આપનાર અરવિંદ સ્વામી અને ઉર્મિલા મા, હસમુખા હરેશભાઈ (નેત્રા) અને મા, અત્યંત સરળ સ્વભાવ ના કિરણભાઈ (અંજાર) અને મા, કોઈ પણ કાર્યમાં ઉત્સાહી ઘનશ્યામભાઈ (માધાપર) અને મા સહીત સૌ મિત્રોનો પ્રેમ અને વ્યવસ્થા અતુલનીય હતી. સાથે સાથે મયુર ગઢવી અને ભરતભાઈ (અંજાર) નું કાર્ય સમર્પણ ઉત્તમ હતું. વીનું સ્વામીના પ્રેમ પરાગ નો મધમધતો તાજો નાસ્તો, મીઠાઈ… પ્રકાશ બા અને ઉર્મિલા માં નો ઘેર બનાવેલો મનમોહક નાસ્તો, હરેશ સ્વામી (નેત્રા) નો સતત સાથ સહકાર, તુલસી સ્વામી નો સંગીતમય બાંસુરી વાદનનો સાથ અને મા નો અંતાક્ષરીમાં જોરદાર સાથ, સ્વા.આનંદ ચેતન (વિનોદભાઈ ગઢવી),જયેશભાઈ સોરઠીયા, રામવેદાંત જી અને રમેશભાઈ દરજી (આદિપુર), નરશી ભાઈ (અંજાર) નો મધુર સાથ યાદ રહેશે…નાની દિયા સૌની લાડલી હતી અને એને ક્યાંય કોઈ ફરિયાદ ન હતી…એણે પણ શિબિર નો પૂરો આનંદ લીધો અને ખુશ હતી. સાથે એ.સી. વોલ્વો બસ ટ્રાવેલ્સ ના બંને ડ્રાઈવર – કંડકટર ભાઈઓ પણ અત્યંત સહકાર ભર્યું વલણ ધરાવતા હતા. મનીષા મા ની છકડા યાત્રા યાદ રહેશે…સાથે અમે સૌ લટકણીયા એમના છકડામાં ટીંગાઈ જતાં હતા..એ મોજ ક્યાં મળે રોજ રોજ ?… અને આવતાં – જતાં બંને વખત સમયનું પણ ભાન ભૂલી ને અંતાક્ષરી ની મજા માણનાર સૌ મિત્રો ની મોજ ને સલામ !!! એમાંય ગઢવીભાઈ, મનીષા માં અને તુલશીભાઈ તેમજ ભાભી અને વિનુભાઈ નો યોગદાન સૌથી વિશેષ હતો…પ્રેમ પ્રકાશ અને અન્ય મિત્રોએ પણ અંતાક્ષરી ને જીવંત બનાવી હતી.
શરૂઆત ની થોડી અગવડ (જે અમને સૌને લાગતી હતી) તે થોડા સમયમાં આશીર્વાદમાં બદલાઈ ગઈ…સમાધિ દર્શન પછી બધી સગવડ-અગવડ ભીતરથી જતી રહી…એવો અનુભવ લગભગ સૌને થયો…અત્યંત નિસર્ગ, પ્રાકૃતિક જંગલ સમ નેચરલ આશ્રમ ગુજરાત માટે, સંન્યાસીઓ માટે, સાધક માટે આશિર્વાદ સ્વરૂપ છે. અલગ-અલગ ધ્યાન, સંધ્યા સત્સંગ, સન્યાસ દીક્ષા મહોત્સવ, ભ્રહ્મ વેદાંત જી અને રામ દુલારે બાપુની સમાધિ પર નું ગુરુ પૂર્ણિમા પૂજન, મૌન સમાધિ દર્શન, કીર્તન મંડળી સાથે સમાધિ તરફ નો નાચતો-ગાતો જતો યાત્રા સંગ, રૈન ડાન્સ (ચાલુ વરસાદ માં નૃત્ય અને ગરબા)…અહીં થી ત્યાં અને ત્યાં થી અહીં કિલોમીટર સુધી દરરોજ ચાલવું…ડુંગર ટેકરીઓ નું ચઢાણ, સમુદ્ર દર્શન, રૂક્ષ્મણી વિવાહ સ્થળના મંદિર નું દર્શન, મોચા હનુમાનજી ના દિવ્ય મંદિર નું દર્શન, જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ના દિવ્ય દર્શન વગેરે તમામ દિવ્ય અનુભૂતિ બની ગઈ.
મારા માટે તો આથીય વિશેષ માધવપુરમાં જ પાંચ / સાત કિલોમીટર દુર એક શાંત જગ્યાએ નેશડા માં મોડી રાત્રી સુધી એક જાગ્રત ચેતના ના સાનિધ્યમાં આરાધી ભજન, કીર્તન અને રાત્રે ૨ વાગ્યે સમુદ્ર નું નીરવ સાનિધ્ય અત્યંત રોમાંચક અને સંતુષ્ટિ પ્રદાન કરનાર બની રહ્યા…તો મોડી રાત્રીના આશ્રમમાં રહેતા એક જૂના સન્યાસીના ઘેર ની સંગીત સભા અને પછી (દોઢેક વાગ્યે) ગોવર્ધન પર્વત ની ટોચ પર શાંત મૌન સીટીંગ અને પછી સત્સંગ / શેરીંગ માં સામેલ થવું..એ બધું આનંદદાયક, સાધનામય, સૌભાગ્યમય બની રહ્યું…
આશ્રમમાં વર્ષોથી ભગવાન સાથે રહેલા અને શિબિર સંચાલક મા લીઝા નો કચ્છના અમો સન્યાસી મિત્રો સાથેનો પ્રેમ અને સહયોગ અલગ તરી આવતો હતો…છેલ્લે માધવપુર છોડી ને જતાં હતા ત્યારે આગ્રહ પૂર્વક રોકાવાનું પણ કહ્યું અને વિદાય આપવા પણ આવ્યા…તો શિબિરમાં વ્યવસ્થા ગોઠવનાર લાખાણી ભાઈ એ વ્થવસ્યા માં મદદરૂપ થયેલ તો મુંબઈ થી આવેલ ઓશો પ્રેમી બીનાબેન (જે નવાવાસ માંડવી ના જૈન પરિવારના છે ) જેઓ ફ્રેન્ડસ ઓફ ઓશો ની ૨૦૦૨ ની બિદડા શિબિરમાં હાજર હતા અને તે એમની પહેલી શિબિર હતી તે પણ એક જોગાનુજોગ..!!!
કેશોદથી આવેલા સંન્યાસી મિત્ર શ્રી રાજુભાઈ, રાજકોટ અને જસદણ ના શ્રી સૈફીભાઈ, દેવગઢબારિયા થી આવેલ પૂર્વી વગેરે બધાં મળી ખુબ સત્સંગ કરેલ, સંગીતની મહેફિલ ભરેલ અને ગોવર્ધન ટેકરી તેમજ સમુદ્ર તટ ની મોજ માણેલ.
આમ આ સમગ્ર શિબિર સર્વાનુપણે સર્વાંગી રીતે અત્યંત આનંદદાયક મધુર યાત્રા અને નૂતન અનુભૂતિ આપી ગઈ, જે માટે સર્વે મિત્રો ધન્યવાદ ને પાત્ર છે…સ્વામી ભ્રહ્મ વેદાંત જી અને પ્યારે રામદુલારે બાપુ ને સત સત નમન, પ્રેમ પ્રણામ…
Comments